અમરેલી

લાઠી તાલુકા માં આરોગ્ય વિભાગ ની મહિલા દિવસ ની ઉજવણી

લાઠીના ૫૧ ગામોમાં અતિ જોખમી સગર્ભાઓને ન્યૂટ્રીશન કીટના વિતરણ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની આ વર્ષે એક્સીલરેટ એક્શન થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. ૫૧ ગામોમાં ખાસ મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભાની તપાસણી, હાઈરિસ્ક સગર્ભા માતાઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લાઠી તાલુકાના ગામડાઓમાં ખાસ મહિલા સભામાં નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, વેરી હાઈરિસ્ક સગર્ભા માતા સહાય અને બિનચેપી રોગોનું સ્ક્રિનિંગ સહિતની માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા એ મહિલાઓને આપી હતી. લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ લાવવા તાલુકાના આરોગ્ય સ્ટાફ દ્વારા મહિલાઓની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા મહિલા સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. હાઈરિસ્ક સગર્ભા માતાઓને ન્યૂટ્રીશન કીટના વિતરણ દ્વારા નારી શક્તિનુ સન્માન કરી ખાસ મહિલા ગ્રામસભા પૂર્ણ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts