અમરેલી

“નાગરિકોની હાલાકી ન થાય તે હેતુથી આરસીસી સર્વિસ રોડનું કાર્ય શરૂ”


સાવરકુંડલા – મહુવા રોડ પર નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજના કાર્ય દરમિયાન ચોમાસાની ઋતુને
ધ્યાનમાં રાખીને નાગરિકોને અવરજવર દરમિયાન મુશ્કેલી ન થાય તે માટે વૈકલ્પિક માર્ગ તરીકે સર્વિસ રોડનું
RCC કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ કામગીરીનું નિરીક્ષણ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવલાએ કર્યું હતું અને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા
માટે તાકીદ કરી હતી. રેલ્વે ઓવરબ્રિજ કામ દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન થાય તે માટે સર્વિસ રોડનું
RCC નિર્માણ ઝડપથી પૂરું કરવાનું ધારાસભ્ય મહેશભાઈ કસવલાનું સૂચન કર્યું

ધારાસભ્યશ્રીએ કામગીરીની ગતિ વધુ ત્વરીત કરવામાં આવે તથા નાગરિકોની સલામતી અને સુવિધા માટે
સર્વિસ રોડના ગુણવત્તાસભર કામ પર ભાર મૂક્યો હતો. તેઓએ જણાવ્યું કે, “ચોમાસા દરમિયાન નાગરિકોને
કોઈ પણ મુશ્કેલી ન પડે એ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ કામગીરી સમયમર્યાદામાં પૂરી કરવા તંત્રે
તમામ જરૂરી પગલાં લેવા જોઈએ.”
સ્થળ પર મુલાકાત દરમ્યાન નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ શ્રી
અનિરૂદ્ધસિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી પ્રતિકભાઈ નાકરાણી, શહેર મહામંત્રી શ્રી રાજુભાઇ નાગ્રેચા, પૂર્વ
પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ, શ્રી સંદીપભાઈ ભટ્ટ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts