અમરેલી

સાવરકુંડલાના બાઢડા રામગઢ સ્ટેટ હાઇવેની કામગીરીમાં ગલ્લા તલ્લા

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામેથી રામગઢ સુધીનો રસ્તામાં સ્ટેટ હાઇવે ની કામગીરી ઘણા લાંબા સમયથી ચાલુ હોય અને છેલ્લા તહેવારોના દિવસોમાં હાલ કામગીરી બંધ હોય તેવી પરિસ્થિતિમાં રોડ ઉપર નકરી કાંકરી જ આ રસ્તા ઉપર જોવા મળે છે નાના મોટા વાહનો પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે મોટી ઉંમરના લોકો આ રસ્તા ઉપર ટુ-વ્હીલર લઈને નીકળે ત્યારે ગાડી અવારનવાર સ્લીપ થતી હોય છે હાથ પગને નાના મોટી ઈજાઓ થતી હોય છે વાહન રોડ ઉપર પડતા વાહનમાં પણ નુકસાનીનો ભોગ પ્રજાને વેઠવો પડતો હોય છે આ પારાવાર મુશ્કેલીમાંથી તાત્કાલિક લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવા પ્રજાના પ્રાણપ્રશ્નનું નિરાકરણ લાવવા લોક માંગ ઉઠી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું

Related Posts