અમરેલી

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના જન્મ દિવસની સેવામય ઉજવણી કરતા કાર્યકરો

ભારતીય જનતા પાર્ટી અમરેલી જીલ્લાના પ્રમુખ અતુલભાઈ ભીખુભાઈ કાનાણી વતન પ્રેમપરા – ધારી વર્ષોથી પક્ષ માટે
સમર્પિત ભાવે સક્રિય રહ્યા છે, વિધાર્થી કાળથી લઇ યુવા મોરચો, મંડળ પ્રમુખ, જીલ્લામાં અલગ – અલગ જવાબદારી નિભાવી
હાલ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખનું પદ સંભાળી રહ્યા છે.
આજ તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અતુલભાઈ કાનાણીના ૪૮માં જન્મ દિવસની અમરેલી જીલ્લા ભાજપના
હોદેદારો, આગેવાનો તેમજ મંડળ સ્તરે કાર્યકરો દ્વારા વિવિધ સેવા કર્યો કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
જીલ્લાના મુખ્ય મથક અમરેલી ખાતે શ્રમિક વસાહતના બાળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું, કામધેનું બીમાર ગાયોની
ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ નાખવામાં આવ્યું, જરૂરિયાત મંદ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું, ઝુપડપટ્ટીના
બાળકોને દાબેલી – ચોકલેટ ખવડાવી ખુશી વહેચવામાં આવી.
આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ માંજરીયા, ઉપપ્રમુખો મેહુલ ધોરાજીયા, દીપક વઘાસિયા,
ધર્મેન્દ્રગીરી ગોસાઈ, મહેશ જાવિયા, વિપુલ ભટ્ટી, દિવ્યેશ વેકરિયા, રાકેશ નાકરાણી, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતન
ધાનાણી, ડેની પરમાર, સુનીલ ઝીઝુંવાડિયા, કેતન ઢાંકેચા, મહેન્દ્ર ચાવડા, શહેર ભાજપના મહામંત્રી યોગેશ ગણાત્રા, રાકેશ
સાવલિયા, નાથુભાઈ ધાધલ, મૌલિક ઉપાધ્યાય, વિમલ ગોસાઈ, ડાયાભાઈ મકવાણા, આરતીબેન અટારા, પ્રવિણાબેન રાઠોડ,
કિરણબેન પડાયા, રેખાબેન પરમાર, રજની મકવાણા, પીન્ટુ વાઘેલા, જતીન સાવલિયા, જયવંત કોઠીવાળ, રજાક કચરા,
નકવીભાઈ, ભરત મકવાણા, ગૌરવ મહેતા ઉપરાંત રઘુવિર સેનાના વિશાલ શોઢા, પિયુષ સોનપાલ, અંકુર ખખ્ખર, કિરીટ
કાનાણી, અશોક વાળા, કપિલ ઝીઝુંવાડિયા, સહિતના શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા.

Related Posts