આજરોજ સાવરકુંડલા તાલુકાના નેસડી મુકામે આવેલ એલ. જી. એમ. પારેખ વિદ્યાલય ખાતે વિશ્ર્વ દિવ્યાંગ દિન & જન જાગૃતિ ઉજવણી કરવા માટે શ્રી,આર જે દેસાઈ હાઈસ્કૂલ ઓળીયા ક્લ્સ્ટર તેમજ આ શાળાના વિશિષ્ટ શિક્ષક શ્રી અજયભાઈ રમણીકલાલ મહેતાએ આજરોજ આ શાળામાં સુંદર આયોજન કરેલ આ તકે અજયભાઈ મહેતા દ્વારા આદી કવિ સુરદાસ ,મહર્ષિ અષ્ટાવક્ર,હેલનકેલર,ગ્રેહામબેલ,લુઈસ બ્રેઈલથી વર્તમાન સમય શ્રી પ્રાંજલ દેસાઈ(IES) આશિષભાઈ માંકડ.(CA.જુનાગઢ)ભારતીય દિવ્યાંગ મહિલા હોકી વિશ્વ ચેમ્પિયન ટીમ સુધીના જીવન કવન,સંઘર્ષ વિશે યાદ કરેલ દેશ વિદેશની મહાન વિભૂતિને લાખ શત્ શત્ નમન…શાળાના પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગોહેલ પ્રસંગોચિત શુભેચ્છા સંદેશ તથા શાળાના શિક્ષક અશ્વિનભાઈએ પ્રેરણાદાયક,ઉદબોધન કરેલ.આ કાર્યક્રમમાં શાળાના દિવ્યાંગ બાળક નિબંધ લેખન તથા અન્ય પ્રવૃતિ કરાવી.અંતે દાતા શ્રી પ્રભાબેન આર મહેતા દ્રારા તમામ શાળા પરિવારને બટેટા વેફર્સનો નાસ્તો કરાવવામાં આવેલ. આભારવિધી શિક્ષક વિનોદભાઈએ કરેલ કાર્યક્રમ સફળ બનાવવા માટે અજયભાઈ મહેતાને (વિશિષ્ટ શિક્ષક) શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવા આવી હતી
સાવરકુંડલા તાલુકાના નેસડી મુકામે આવેલ શ્રી એલ.જી.એમ.પારેખ વિધાલય ખાતે “શ્રી,વિશ્ર્વ દિવ્યાંગ દિન & જન્ જાગૃતિ કાર્યક્રમ..ઉજવણી 2025” કાર્યક્રમ યોજાયો


















Recent Comments