દામનગર ના આસોદર આજે રવિવાર ના રોજ શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં આગવા આયોજન મુજબ વિશ્વ સિંહ દિવસ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળા પરીવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, અને ગ્રામ જનોના સહિયારા સહકાર થી વિશાળ મહારેલી કાઢવામાં આવી,ગીરનો સાવજ આપણું રતન સૌ સાથે મળી કરીએ સિંહનું જતન.નારા અને લોકમુખે વણાયેલ ચારણકન્યા કાવ્યને સંગીત સાથે સાંભળતા અલગ અલગ વિસ્તાર માં જઈ સિંહ અને પ્રાકૃતિક સંપદાના જતન બાબતે અબાલવૃદ્ધ સૌ કોઈ ને અવગત કરાયા.પ્રતિજ્ઞા સાથે માનનીય મુખ્ય મંત્રીશ્રી અને મહાનુંભાવોએ પ્રસ્તુત કરેલ લાઈવ કાર્યક્રમ ઉપસ્થિત સૌ કોઈ એ માણ્યો હતો.
આંસોદર પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી


















Recent Comments