દામનગરમાં શાળા નંબર -૧ માં વિશ્વ ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

દામનગર શહેરની મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર ૧ માં વિશ્વચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના બાળકો પર્યાવરણની જાળવણી કરે તેમ જ પશુ-પક્ષીઓ વિશે સહાનુભૂતિ કેળવે તેવા ઉમદા હેતુથી આ ઉજવણી કરવામાં આવી જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ પોતાના ઘરેથી ચકલીના માળા બનાવી પ્રદર્શનમાં મૂક્યા તેમજ પ્રકૃતિ પ્રેમી પ્રકાશભાઈ અડીએસા એ બાળકોને ચકલીના મહત્વ વિશે સમજ આપી શાળાના બાળકોને ચકલીના માળા ભેટ આપી પોતાનો પ્રકૃતિ પ્રેમ રજૂ કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ મિત્રો તેમજ આચાર્યશ્રી દ્વારા બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા.
Recent Comments