અમરેલી

દામનગર વગડીયા ખોડિયાર મંદિરે યજ્ઞ નારાયણ ના દર્શને પૂજ્ય સંતો ની પધરામણી

દામનગર શહેર ના સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ ઉપર બિરાજતા શ્રી વગડીયા ખોડિયાર મંદિર ખાતે માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ સીતારામ આશ્રમ ના સીતારામબાપુ લાઠી વિનુબાપુ બાપુ દહીંથરા આશ્રમ મહંત સહિત અનેક સાધુ મહાત્મા ઓ એ શ્રી વગડીયા ખોડિયાર મંદિર પરિસર માં રેવન્યુ વગડીયા વિસ્તાર ના ખેડૂત પરિવારો દ્વારા આયોજિત મહા યજ્ઞ નારાયણ ના દર્શને પધાર્યા હતા સમસ્ત વગડીયા વિસ્તાર ના ખેડૂત પરિવાર દ્વારા આયોજિત મહાયજ્ઞ માં પધારેલ પૂજ્ય સંતો નો સત્કાર કરાયો હતો વેરાન વગડા માં બિરાજતા શ્રી વગડીયા ખોડિયાર મંદિર ના દર્શન કરી ખૂબ રાજીપો વ્યક્ત કરતા સંતો નું મહંત પ્રીતમદાસબાપુ સહિત સમગ્ર વગડીયા વિસ્તાર ના ખેડૂતો દ્વારા સ્વાગત સત્કાર કરાયું હતું

Related Posts