અમરેલી

“યહ આગ કબ બુઝેગી” દામનગર પાલિકા ની ડમ્પીંગ સાઇડ માં વારંવાર આગ ધુવાડો રાભડા ગામ માટે શ્રાપ રૂપ

દામનગર શહેર ની નગરપાલિકા ની રાભડા રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઇડ માં વારંવાર આગ લાગવાથી ધુવાડા સાથે શ્રાપ રૂપ નાના એવા રાભડા ગામ ને પડ્યા ઉપર પાટા જેવી હાલત ઉનાળા ની કાળ ઝાળ ગરમી વચ્ચે સતત આગ અને ધુવાડા ની સામ્રાજ્ય શુધ્ધ હવા પાણી માટે આદર્શ ગણાતા ગામડા ઓ પણ પ્રદૂષણ ના ભરડા માં શહેર ની ડમ્પીંગ સાઇડ માં છાશવારે આગ લાગવાની સમસ્યા સાથે ભારે દુર્ગંધ યુક્ત ધુવાડા થી ત્રસ્ત રાભડા ના રહીશો ની પ્રદૂષણ નિયત્રંણ બોર્ડ સુધી સામાજિક અગ્રણી જેરામભાઈ પરમાર ની લેખિત ફરિયાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના અધિકારી ઓએ સ્થળ વિજીટ કરવા રજુઆત દામનગર નગરપાલિકા કચેરી ની ડમ્પીંગ સાઇડ ઉપર કોઈ પણ પ્રકાર ની દેખરેખ નહી હોવા થી અનેક વાર આગ લાગવાથી સતત આગ દિવસો થી ચાલતી રહે છે જેના કારણે અસહ્ય ધુવાડો રાભડા ગામ માટે શ્રાપ રૂપ બની રહ્યો છે 

Related Posts