fbpx
ગુજરાત

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ ગ્રાઉન્ડમાંથી પોણા આઠ લાખના એમ.ડી ડ્રગ્સ સાથે યક્તિ પકડાયો

માંજલપુરના ગરબા ગ્રાઉન્ડમાંથી પોલીસે રૃ.પોણા આઠ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મધ્યપ્રદેશના એક કેરિયરને ઝડપી પાડયો છે. માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગ્રાઉન્ડમાં ડ્રગ્સની ડિલિવરી અંગેની માહિતી મળતાં એસઓજીની ટીમે વોચ રાખી હતી.પોલીસે એક શકમંદને તપાસતાં તેની પાસેથી રૃ.પોણા આઠ લાખની કિંમતનું ૭૭.૮૭ ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું.

પોલીસની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ કેરિયરનું નામ શબ્બર હુસેન લિયાકતહુસેન મનસુરી હોવાનું ખૂલ્યું હતું.તેની પાસેથી એક મોબાઇલ અને રોકડા રૃ.૧૦૪૦ પણ મળી આવ્યા હતા. ડ્રગ્સ કેરિયરને મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલરે માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડમાં હાજર રહેવા કહ્યું હતું.ડિલિવરી લેવા માટે કોઇ આવે તો તેનો સંપર્ક કરવાનો હતો.પરંતુ ડિલિવરી થાય તે પહેલાં જ પોલીસના હાથે પકડાઇ ગયો હતો.જેથી પોલીસે ડ્રગ્સ સપ્લાયર અને ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર સહિત કુલ ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. માંજલપુર ગ્રાઉન્ડમાંથી પકડાયેલા કેરિયર તેમજ ડ્રગ્સના સપ્લાયરની તપાસ માટે વડોદરા પોલીસ એમપી પોલીસના સંપર્કમાં છે.પોલીસની એક ટીમ એમપી પણ રવાના થનાર છે.જ્યારે,ડ્રગ્સ લેવા આવનાર સહિત ત્રણ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે.આ ઉપરાંત ડ્રગ્સ કેરિયર પાસેથી મળેલા મોબાઇલની કોલ્સ ડીટેલ કાઢી તેની પણ તપાસ કરવામાં આવનાર છે.

Follow Me:

Related Posts