સાવરકુંડલા શહેરમાં પણ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા ઠંડીનું સામ્રાજ્ય છવાયું. લોકો જો જરૂરી હોય તો ગરમ કપડાં ટોપો મફલર શાલ ઓઢીને બહાર નીકળતાં જોવા મળેલ. ખાસકરીને વહેલી સવારે શાળાએ જતા બાળકો પણ ગરમ કપડા સાથે શાળાએ જતા જોવા મળેલ
આમ પણ તો આજે બપોર પછી પણ આકાશ સ્વચ્છ છે. પરંતુ ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડી જોવા મળે છે. ખાસકરીને નાના બાળકો, વૃદ્ધો માટે આ વાતાવરણમાં થયેલ શિયાળાની જમાવટને કારણે ભારે પરેશાન જોવા મળેલ. આવા વાતાવરણમાં શરદી ઉધરસ અને શ્વાસ જેવા દર્દો માથું ઊંચકવા લાગે છે. ખાસકરીને શિયાળામાં સ્વાસ્થ્ય સુરક્ષા માટે પણ ઘણાં લોકો વ્યાયામ કરતાં જોવા મળે છે. તો હવે વસાણાની સિઝન અડદિયા, ગુંદરપાકની માંગમાં વધારો જોવા મળેલ
તો વહેલી સવારે છ વાગ્યે પોતાના વ્યવસાય માટે જતાં લોકો પણ જાહેર રોડ પર કરેલ તાપણાં પાસે બેસીને ઠંડી દૂર કરવા પ્રયાસ કરતાં જોવા મળેલ




















Recent Comments