“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન” અંતર્ગત સમગ્ર અમરેલી શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ સમગ્ર જિલ્લામાં યોગનો વાતાવરણ બને, સમગ્ર લોકો યોગ કરતા થાય તે માટેનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો અને શહેરીજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ર૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.
યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments