જીવનશૈલીને સ્વસ્થ બનાવવા માટે મેદસ્વિતા નિવારણ જરૂરી છે. પ્રાચીનકાળથી યોગ મન અને શરીર વચ્ચે સંતુલન જાળવી, સ્વસ્થ જીવનશૈલી આપનારું અભિન્ન અંગ છે. યોગને નિત્યક્રમમાં અપનાવવાથી સકારાત્મક પરિણામો મળે છે. અમરેલીમાં યોગ સાધકોએ ૩૦ દિવસીય કેમ્પમાં યોગના કારણે મેદસ્વિતા, જટીલ દુ:ખાવામાં રાહત મેળવી છે. શુક્રવારે સમાપન થયેલા ૩૦ દિવસયી ‘મેદસ્વિતા નિવારણ કેમ્પ’માં અમરેલીવાસીઓએ ૧.૫ કિલોથી ૦૭ કિલો સુધી વજન ઘટાડવાની સફળતા મેળવી છે. યોગ સાધકોએ પોતે આ અંગે પ્રતિભાવો આપી યોગને નિત્ય જીવનનો ભાગ બનાવવા માટે અપીલ કરી છે.
આ અંગે માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી સાગરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદવિસથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ૩૦ દિવસીય ‘મેદસ્વિતા નિવારણ કેમ્પ’નું આયોજન કર્યુ હતું. આ કેમ્પમાં અમરેલી શહેરના ગાંધીબાગ ખાતે પ્રતિદિન ૧.૩૦ કલાકના યોગ સેશનમાં ૧૦૦ વ્યક્તિઓએ યોગ અભ્યાસ કર્યો હતો. કેમ્પના અંતે સૌ સહભાગીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેમ્પમાં ભાગ લેનારા શ્રી મનિષાબેને જણાવ્યું હતું કે,મેં આ કેમ્પમાં ૭.૫ કિલો જેટલું વજન ઘટાડયું છે. આ કેમ્પમાં મને ખૂબ ફાયદો થયો છે. કેમ્પના વધુ એક સહભાગી શ્રી. દિપ્તીબહેને જણાવ્યું હતું કે, હું એક મહિનાથી આ કેમ્પમાં આવું છું, મારું વજન ૦૫ કિલો ઘટડ્યું છે પ્રાણાયામ સહિતની ક્રિયાઓ દ્વારા પગના દુ:ખાવો દૂર થયો છે.
આ કેમ્પના અભ્યાસ અંગે માહિતી આપતા શ્રી મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, સૂર્ય નસ્કાર, સુક્ષ્મક્રિયા, સ્થૂળ ક્રિયા, સુક્ષ્મ વ્યાયામ, પ્રાકૃતિક આહાર, પ્રાણાયામ, વિવિધ આસન અને આયુર્વેદિક ઉકાળા વગેરે દ્વારા લવચીકતા, સંતુલન અને તુંદરસ્તી વધારવા માટે સાધકોને સહાયતા મળી છે.
આ કેમ્પમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સંચાલક અને સહ સંચાલક તરીકે શ્રી, નિકિતાબહેન મહેતા, શ્રી, રીટાબેન કાનાબાર, શ્રી, શર્મિષ્ઠાબહેન રાવલ, શ્રી, કમલેશભાઈ રાવલે સેવા આપી હતી. કેમ્પ દરમિયાન અન્ય નિષ્ણાતો અને યોગ સાધકોએ પણ કેમ્પના સહભાગીઓને પ્રેરણા આપી હતી.
શ્રી મહેતાએ જણાવ્યું કે, આ કેમ્પની સફળતાને ધ્યાને રાખતા આગામી ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન વધુ એક ૦૩ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. કેમ્પનો લાભ વધુમાં વધુ યોગ સાધકોને લેવા માટે અપીલ કરું છું.
આ કેમ્પમાં ભાગ લેનારા શહેરીજનોનો આત્મવિશ્વાસ વધ્યો, ઉર્જામાં વધારો થયો છે. કેમ્પના અંતે સૌએ રાજ્ય સરકારનો આ પ્રકારના કેમ્પનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
Recent Comments