સમાજના દરેક વર્ગના લોકો સુધી ‘યોગ’ ની મહત્ત્વતા પહોંચે અને તેના દ્વારા સામાન્ય જનતાની માનસિક
અને શારીરીક સ્થિતિ સુધરે તે હેતુથી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભાવનગર ખાતે કેટલાક પ્રયત્નો કરવામાં આવી
રહ્યા છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા જેલના કેદી ભાઈઓ-બહેનો માટે ગાંધી જયંતીથી (તા.૦૨/૧૦/૨૦૨૫)
અહીંસા થી એકતા તરફ નામનો એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રોગ્રામના ભાગરૂપે દરરોજ સવારે ૭:૩૦ થી ૮:૩૦ સુધી ભાવનગર જિલ્લા જેલ ખાતે ‘યોગ’ ના તાલીમ
વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી જેલમાં રહેલ કેદીઓની માનસિક અને શારીરીક સ્થિતિમાં સુધાર જોવા
મળી રહ્યો છે. કેદી ભાઈઓ-બહેનોમાં આ યોગ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ અને ભાવનગર મહાનગરપાલિકાના
યોગના કો- ઓડીનેટર છાયાબેન પટેલની દેખરેખ હેઠળ ચાલતા આ યોગ તાલીમ શિબિરમાં આશરે ૫૦ કરતાં વધુ
ભાઈઓ અને ૨૫ થી વધુ બહેનોએ પોતાનો સમય આ યોગમાં ફાળવીને જીવનને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે.
ગાંધી જયંતીથી સરદાર પટેલ જયંતી સુધી ચાલનારા ‘અહિંસા થી એકતા તરફ’ કાર્યક્રમ માટે જિલ્લા જેલ
પોલીસ મહાનિર્દેશક શ્રી ડી. કે. એન. રાવ તથા ભાવનગર જિલ્લા જેલ સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી ડી. ડી. પ્રજાપતિ તેમજ
જેલર શ્રી આર.ટી. સોલંકી તથા એચ. સી. સસાણીયા દ્વારા કેદીઓને સમજાવીને આ તાલીમ શિબિરમાં ભાગ લેવા
માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડના ભાવનગરના કો-ઓડીનેટર છાયાબેન
પટેલ ઉપરાંત યોગ કોચ તુષારભાઈ વાઘેલા તથા બહેનોના યોગ ટ્રેઈનર મેઘાબેન અંધારીયા તથા ટ્રેઈનર
નયનાબેન મકવાણા તથા જેલના કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત થયો હતો.


















Recent Comments