અમરેલી જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ માટે યોગાસન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય જાળવણીના આશયથી તા.૧૫.૦૧.૨૦૨૫ થી શરુ કરવામાં આવેલા આ યોગાસન કાર્યક્રમ, કામકાજના દિવસો દરમિયાન નિયમિત રીતે સવારે ૭ થી ૮ વાગ્યા સુધી યોજાશે. ગુજરાત યોગ બોર્ડના પ્રશિક્ષક દ્વારા યોગ પ્રશિક્ષણ આપવામાં આવશે. સેશનમાં હાજર રહેનાર અધિકારીશ્રી-કર્મચારીશ્રીએ તેમની યોગાસન માટેનું પાથરણું સાથે લાવવાનું રહેશે. જિલ્લા પંચાયતની તમામ શાખા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ફરજ બજાવતા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને આ યોગ સેશનનો લાભ લેવા અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં અનુરોધ કર્યો છે.
અમરેલી જિલ્લા પંચાયત ખાતે દરરોજ સવારે ૭ થી ૮ વાગ્યા સુધી યોગાસન કાર્યક્રમ

Recent Comments