બગસરામાં અઢી વર્ષ પહેલા કરેલા કોર્ટ મેરેજના મનદુઃખમાં થયેલી માથાકૂટ મુદ્દે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. સિરાજભાઇ જમાલભાઇ માંડકીયા (ઉ.વ.૫૪) એ વસીમભાઇ બસીરભાઇ ભટ્ટી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની ભત્રીજી સાથે આરોપીએ અઢી વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. જેનું મનદુઃખ રાખી તેઓ બગસરા નવા સ્વામિનારાયણ મંદિરની પાસે ઉભા હતા ત્યારે આવી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા એક લોખંડનો પાઇપ લઇ ડાબા પગના ગોઠણ ઉપર માર્યો હતો. જેના કારણે મુંઢ ઈજા થઈ હતી. જે બાદ વસીમભાઈ બશીરભાઈ ભટ્ટી (ઉ.વ.૨૬)એ સિરાજભાઈ જમાલભાઈ માંડકીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીની ભત્રીજી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેનું મનદુઃખ રાખી ગાળો આપી હતી. તેમણે ગાળો આપવાની ના પાડતા ચાકુ વડે બાવડા પર ચરકો કરી ઈજા કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.
બગસરામાં અઢી વર્ષ પહેલા કરેલા કોર્ટ મેરેજના મનદુઃખમાં યુવક પર હુમલો


















Recent Comments