ભાવનગર

યુવાઓ,નાગરિકો,વિવિધ કચેરીના કર્મીઓ સેલ્ફી પડાવી સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં સહભાગી બન્યાં

ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા, હર ઘર
સ્વચ્છતા” સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ‌ સેલ્ફી પોઇન્ટ
મૂકવામાં આવ્યા છે.
હર ઘર તિરંગા સેલ્ફી પોઇન્ટ ખાતે યુવાઓ, નાગરિકો તેમજ વિવિધ કચેરીના કર્મીઓ સેલ્ફી પડાવી
રહ્યાં છે અને સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યા છે.

Related Posts