જાફરાબાદ સહિત ના દરિયાઈ માછીમારોને વિવિધ સહાય અને ડીઝલમાં ભાવ ઘટાડો આપવા સરકારને રજૂઆત કરતા યુવક કોંગ્રેસના પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી

![]() ![]() ![]() | |||
![]() |
જાફરાબાદ સહિત ના દરિયાઈ માછીમારોને વિવિધ સહાય અને ડીઝલમાં ભાવ ઘટાડો આપવા સરકારને રજૂઆત કરતા યુવક કોંગ્રેસના પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી
બોટ ટંડેલ બોટ માલિકો માછીમાર સમાજ દ્વારા મળેલી રજુઆત આધારે
જાફરાબાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અને ખારવા સમાજના યુવા અગ્રણી શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી દ્વારા જાફરાબાદ સહિત દરિયાઈ માછીમારો સહાય જાહેર કરવા અને ડીઝલના ભાવ ઘટાડવા તેમજ જાફરાબાદ માં
ઘણા સમયથી માછીમાર સમાજ ના ટંડેલ ભાઈઓ પોતાની બોટ ચાલુ કરવા માટે ઘરેણાં મુકી અથવા વધુ વ્યાજ પર પૈસા લઈ પોતાનો ધંધો ચલાવે છે.
તેમાં ઘણાં બોટ માલિક એવા છે જેને…
૧) ડીઝલ ભરાવવાના પૈસા પણ નથી હોતા.
૨) અગીયારસ માં ખલાસી ને દેવા માટે પૈસા પણ નથી હોતા
૩) બોટ માં કોઈ નુક્સાન થાય તો કામ કરાવવા માટે પૈસા નથી હોતા
૪) બુબલા વગડાવતી બહેનોને દાડી દેવા માટે પૈસા નથી હોતા
૫) એક નાની નટ થી માંડીને બોટની કોઈ પણ વસ્તુ એટલી
મોંઘી છે કે પાકિટ માં હવા સિવાય કાય હોતું નથી
વરસાદી વાતાવરણના કારણે બોટ માલિકોના લાખો રૂપિયાના બુમલા પાવડર બનાવવા માટે કંપનીમાં વહી જાય છે જેનું વળતર માત્ર 15% જ મળે છે.
– ધંધો ચાલુ કરવા માટે તાજી માંથી, સુકી માંથી કચરામાંથી, માજરીમાંથી પૈસા ઉપાડી લે છે તેમ છતાં સરવાળે 0 વધે છે
– સરકાર શ્રી ને નમ્ર અપીલ છે કે માત્ર જાફરાબાદના માછીમારો જ નહીં પણ સમગ્ર ગુજરાતના માછીમારોને ડીઝલ 25 રૂપિયા નો ઘટાડો થવો જોઈએ ઉપરના તમામ મુદ્દાઓને ધ્યાને લઇ સરકારશ્રીએ દરિયાઈ માછીમારો ઉપર રેમ દષ્ટિ રાખી અને કોઈ પેકેજ જાહેર કરી સહાય કરવી જોઈએ તેમ જાફરાબાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ અને ખારવા સમાજના યુવા અગ્રણી ની શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી એ સરકારમાં રજૂઆત કરી છે
Recent Comments