અમરેલીમાં એક ગોઝારી ઘટના બની હતી. વેલ્ડીંગ કામ વખતે વાયર હટાવતા ચોથા માળેથી પટકાતાં વરસડાના યુવકનું મોત થયું હતું. આ અંગે વરસડા ગામે રહેતા ચેતનભાઇ જેઠાભાઈ સરખેદીએ જાહેર કર્યા મુજબ, ભાવિનભાઈ જેઠાભાઈ સરખેદી અમરેલીમાં ચોથા માળે વેલ્ડીંગનું કામ કરતા હતા. વાયર હટાવવા જતા તેઓ ત્યાંથી નીચે પડી જતા માથા, મોઢામાં ગંભીર ઈજા થવાથી મરણ પામ્યા હતા. જેની અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.
અમરેલીમાં વેલ્ડીંગ કામ કરતી વખતે નીચે પટકાતા યુવકનું મોત



















Recent Comments