ગુજરાત

ભાવનગરમાં ડોકટરની બેદરકારીમાં યુવકનું મોત : દલિત સમાજે પોલીસ તપાસની માંગ કરી

ભાવનગરના સદવિચાર હોસ્પિટલના ડોકટર અસ્વીન કાનાણીએ સારવાર દરમિયાન બેદરકારી કરીને મહેશ કોળી નામના ૩૭ વર્ષીય યુવકનુ મોત નીપજાવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગર ડોકટરની બેદરકારીથી યુવાનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાવનગરના લીલા સર્કલ પાસે સદવિચાર હોસ્પિટલના ડોકટરો પર સારવારમાં બેદરકારી દાખવવા બદલ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડોકટરો દ્વારા જ્યારે નાકની તકલીફને લઈ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન મોત નીપજ્યુ હતું, તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

ભાવનગર શહેરના લીલા સર્કલ વિસ્તારની સદવિચાર હોસ્પિટલમાં ડોકટરની બેદરકારીના કારણે ૩૭ વર્ષીય મહેશ કોળી નામના યુવકનું દુઃખદ મૃત્યુ થયું છે. મીતલ નખની તકલીફથી પીડિત મહેશ કોળીના ઓપરેશન માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે તેનું મોત થયું. અસ્વીન કાનાણી નામના ડોકટરે ઓપરેશન કર્યું હતું, અને દલિત સમાજના લોકોને આ ઘટનાનો ખુબ જ આક્રોશ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા છે અને ડોકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ, લોકો દ્વારા પોલીસની તપાસ માટે માંગ કરવામાં આવી છે. પેનલ ઁસ્ પછી આ મામલાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, જેની અસરની રાહ જાેવાઈ રહી છે. આ ગંભીર ઘટના અંગે હોસ્પિટલના પ્રબંધક અને ડોકટરની બેદરકારી પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Related Posts