કેન્દ્ર સરકારની નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ‘યુવા આપદા મિત્ર‘ (YAMS) યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ (GSDMA) ગાંધીગરના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ SDRF સેન્ટર ખાતે એન.સી.સી. એમ.વાય.બી અને એન.એસ.એસના સ્વયં સેવકોને આપત્તિ વ્યવસ્થાપનની ‘યુવા આપદા મિત્ર‘ તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે અમરેલી જિલ્લાના એન.એસ.એસના ૩૪ યુવક-યુવતીઓ ગોંડલ સ્થિત એસ.ડી.આર.એફ-૮ સેન્ટર ખાતે તાલીમ મેળવી રહ્યા છે.
આ તાલીમ શિબિમાં આપત્તિ વ્યવસ્થાપન વિશેની માહિતી ઉપરાંત ભૂકંપ, વાવાઝોડું, પૂર, સુનામી, ફાયર સેફ્ટી, મૂળભૂત શોધ, બચાવ અને ઘાયલ વ્યક્તિને ઉપાડવાની પદ્ધત, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર અને સી.પી.આર, બી.એલ.એસ જેવા મહત્ત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં કોઈ પણ આપત્તિના સમયે આ તાલીમબદ્ધ ‘યુવા આપદા મિત્રો‘ જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક લેવલે ઉપયોગી નિવડશે તેમ ડીઝાસ્ટર, મેનેજમેન્ટ, સેલ અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.


















Recent Comments