દામનગર શાખપુર ગામ ના સુરત વસતા યુવાનો દ્વારા પ્રીમિયર લીગ ૨૦૨૫ હેઠળ સુરત મુકામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું શાખપુર ના તમામ જ્ઞાતિના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું ગામના યુવાનોના પ્રયત્નો ગામની એકતા વધે સમરસ હજુ વાતાવરણ થાય આ ટુર્નામેન્ટમાં ૧૦ યુવા ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ફાઇનલ ચેમ્પિયન ટીમ સતનામ ઇલેવન વિજેતા બની હતી જે ટીમને શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને આગામી સમયની અંદર પણ શાખપુર ગામનો વિકાસ થાય તમામ જ્ઞાતિના યુવાનો એકતા અને સમરસતા નિખાલસતા નું વાતાવરણ ઊભું કરી શાખપુર ગામ ખરા અર્થમાં ગામ પરિવાર બને અને આવતા વર્ષોની અંદર પણ સારું એવું વાતાવરણ ઊભું કરી અને સુરતની અંદર ખૂબ સારા આયોજનો ગામ પરિવાર દ્વારા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી
શાખપુર ના યુવાનો દ્વારા પ્રીમિયર લીગ ૨૦૨૫ હેઠળ સુરત મુકામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું

Recent Comments