અમરેલી

યુવકોએ બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં ચકચાર

જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે એક સગીરા સાથે જાતીય સતામણી અને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો હતો, જેને લઈને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. વિપુલ નાનજીભાઇ બાંભણીયાએ સગીરાને ચુંબન કરતા હોય તેવા ફોટા પોતાના મોબાઇલ ફોનમાં પાડી લીધા હતા.ત્યારબાદ તેણે આ ફોટા અન્ય બે આરોપીઓ કલ્પેશ માધાભાઇ બાંભણીયા અને અશરફભાઇ ઉર્ફે નાથો નુરમહમદભાઇ જાડેજાને આપ્યા હતા. આ બંને આરોપીઓ સગીરા પાછળ જઈને તેનો પીછો કરતા હતા, તેણીનો હાથ પકડી બિભત્સ માંગણીઓ કરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા. જ્યારે તેણીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી, ત્યારે આરોપી તેમણે સગીરાના ચુંબન કરતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ આરોપીઓએ સગીરાની આબરૂને હાની પહોંચાડવાના ઇરાદાથી, તેના ચુંબન કરતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ રીતે આરોપીઓએ સગીર યુવતીની જાતીય સતામણી કરી અને એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હતો.પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી શરૂ કરી

Related Posts