યુવરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે છસ્ઝ્રની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટરમાં આન્સરશીટના નંબરમાં વિસંગતતા અને પેપર ૩૦ મિનિટ મોડુ આપવામાં આવ્યુ અમદાવાદની કુવૈસ પ્રાથમિક શાળામાં છસ્ઝ્ર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યુ છે. યુવરાજ સિંહે પણ આરોપ લગાવ્યો છે કે છસ્ઝ્રની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટરમાં ઓએમઆર શીટના નંબર અને આન્સરશીટના નંબરમાં વિસંગતતા જાેવા મળી છે. વિદ્યાર્થીઓને પેપર પણ ૩૦ મિનિટ મોડુ આપવામાં આવ્યુ હતુ. પરીક્ષા પહેલા એકપણ પરીક્ષાર્થી કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યુ ન હતુ.
યુવરાજસિંહના જણાવ્યા મુજબ સરખેજના સેન્ટર ખાતે ૯ બ્લોકમાં પરીક્ષા લેવાઈ રહી હતી. જેમા ૨ બ્લોકમાં વિદ્યાર્થીઓએ પેપર લખવાનું શરૂ કરી દીધુ હતુ અને ૮ નંબરના બ્લોકમાં પેપર આપી દીધુ હોવા છતા લખવાનું શરૂ કરાયુ ન હતુ. પ્રશ્ન ક્રમાંક અને ર્ંસ્ઇ શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ અંગે વિદ્યાર્થીઓએ જ્યારે સંચાલકોને રજૂઆત કરી તો વિદ્યાર્થીઓની સાથે અણછાજતુ વર્તન કરવામાં આવ્યુ. તેમને ધમકાવવામાં આવ્યા. કેસ કરવાની ધમકી આપવામાં આવી. પરીક્ષા આપવી હોય તો આપો તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો. સરખેજ ખાતેના સેન્ટર પર યુવરાજના જણાવ્યા મુજબ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. જેઓ પરીક્ષા આપી શક્યા નથી. અન્ય એક પરીક્ષાર્થી યુવતિનો આરોપ છે કે એક જ બ્લોકમાં પેપર લખવાનું શરૂ થયુ હતુ જ્યારે અન્ય બ્લોકમાં પેપર આપ્યુ જ ન હતુ. આ સમગ્ર છબરડો સામે આવતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે છે અમ્યુકો.ના રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના કારણે આ સમગ્ર બનાવ બન્યો છે.


















Recent Comments