અમરેલી

સાવરકુંડલામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની યોગ ટ્રેનર્સ બેચની ઝોન કોર્ડિનેટર અને ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટરે વિઝિટ કરી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ ટ્રેનર્સ બેચની વિઝિટ પર ઝોન કોર્ડિનેટર વાલજીભાઈ ડાભી તથા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર  સાગરભાઈ મહેતા આવેલ હતા અને ઝોન કોર્ડિનેટર શ્રી એ યોગ વિશે માર્ગદર્શન આપેલ હતું સાથોસાથ વિવિધ પ્રશ્નોતરી પણ કરેલ હતી. ગુજરાત યોગ બોર્ડના આગામી કાર્યક્રમો અન્વયે જાણકારી આપેલ હતી. અમરેલી જિલ્લામાં ૧૦૦ યોગ વર્ગો ચાલુ કરવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તથા આગામી મેદસ્વિતા કેમ્પ તાલુકા કક્ષા એ કરવાની યોગ બોર્ડની વિચારણાથી માહિતગાર કરેલા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નેજા તળે બીના દીપેશ જોશી સિનિયર યોગ કોચના સમર કેમ્પની ભવ્ય સફળતા બાદ મેદસ્વિતા કેમ્પ પણ સાવરકુંડલામાં આગામી ટૂંક સમય માં યોજાઈ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેનો લાભ સાવરકુંડલાની યોગ પ્રેમી જનતાને લેવા આગ્રહ ભરી વિનંતી છે.

Related Posts