છॅॅઙ્મટ્ઠેજી ઈહંીિંટ્ઠૈહદ્બીહં દ્વારા નિર્મિત અને નંદિતા દાસ દ્વારા દિગ્દર્શિત, ઢુીૈખ્તટ્ર્ઠંએ ભલે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ન હોય, પરંતુ તેને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. પોતાના પરફેક્ટ કોમિક ટાઈમિંગ અને લાખો લોકોને હસાવવા માટે જાણીતા કોમેડિયન કપિલ શર્મા એક અલગ જ અવતારમાં જાેવા મળ્યા. તેણે મોટા પડદા પર ડિલિવરી બોયની ભૂમિકા ભજવી હતી. કપિલ શર્મા સ્ટારર ફિલ્મ ‘ઝ્વીગાટો’ની ડિજિટલ રીલિઝ ખૂબ જ ઉત્તેજના પેદા કરી રહી છે. અહેવાલો અનુસાર, ચાહકો આ વર્ષના અંતમાં લોકપ્રિય ર્ં્્ પ્લેટફોર્મ દ્ગીંકઙ્મૈટ પર ફિલ્મનું પ્રીમિયર થવાની અપેક્ષા રાખી શકે છે.
જાે કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. કપિલ શર્મા ઉપરાંત શહાના ગોસ્વામી, ગુલ પનાગ, સયાની ગુપ્તા અને સ્વાનંદ કિરકિરે પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. તે ભુવનેશ્વર, ઓડિશામાં વ્યાપકપણે શૂટ કરવામાં આવ્યું હતું, તેથી રાજ્ય સરકારે ફિલ્મને કરમુક્ત જાહેર કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર વિનાશક કમાણી કરી હતી અને કથિત રીતે માત્ર ૩.૫૩ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ માનસ (કપિલ શર્મા) નામના માણસની આસપાસ ફરે છે જેનું જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે તે ફ્લોર મેનેજર તરીકેની નોકરી ગુમાવે છે અને ટકી રહેવા માટે ફૂડ ડિલિવરી મેન બની જાય છે.
Recent Comments