અમરેલી જિલ્લા સહકારી સંધ બિન ચૂંટાઈ આવ્યો સતત ત્રીણ ટર્મ વા ચેરમન પદે બિન હરીફ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ને શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી કાર્યકરો અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. અમરેલીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી તાજેતરમાં જ યોજાઈ હતી. જેમાં સમગ્ર બોર્ડ બિનહરીફ ચુંટાઈ આવેલ હતું.લાઠી તાલુકાની સીટ ઉપર દામનગર સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ હરજીભાઈ નારોલા બિનહરીફ ચુંટાયા હતા. શ્રી નારોલા સન ૧૯૯૬ થી સતત અવિરત લાઠી તાલુકાના પ્રતિનિધી તરીકે ચુંટાતા આવ્યા છે.
અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન પદે મનીષ સંઘાણ વાઇસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલા બિનહરીફ વરણી પામ્યા અમરેલી જીલ્લા સહકારી સંઘ લી. ના વાઈસ ચેરમેન તરીકે હરજીભાઈ નારોલાની સતત ત્રીજી ટર્મ માટે વરણી થઈ છે. અત્રે યાદ રહે કે શ્રી નારોલા અ. જી. સ. સંઘ લી. અમરેલીમાં ૧૯૯૬ થી ડીરેક્ટર તરીકે અવિરત સેવા આપી રહયા છે. તેમજ અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીમાં ૨૦૦૬ થી ડીરેક્ટર તરીકે સેવા બજાવી રહયા છે. દામનગર સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ૧૯૯૫ થી તથા દામનગર નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન તરીકે ૧૯૯૭ થી નોધપાત્ર કાર્ય કરી સેવા આપી રહયા છે. તેઓના નેતૃત્વમાં મંડળીઓએ ખુબજ સરાહનીય પ્રગતિ કરી છે તે સુવિદીત છે.સહકારી અગ્રણી હરજીભાઈ નારોલાને સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક અને શેક્ષણિક સંસ્થા સહકારી અગ્રણી ઓ સહિત અસંખ્ય ગ્રામ્ય અગ્રણી ઓ સહિત ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી













Recent Comments