ગુજરાત

ઇસમને લિફ્ટ આપવી મોંઘી પડીઃ એક લાખ રુપિયા ગુમાવ્યા

વાપીના સલવાવ નજીક હાઈવે પર એક વ્યકિતનું ખિસ્સું કપાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર ઈસમે એક કાર ચાલક પાસે લિફ્ટ માગતા કાર ચાલકે ઈસમને પોતાની કારમાં બેસાડ્યો હતો.

જાે કે, કારમાં પહેલાથી ચાર લોકો હાજર હોવાથી જગ્યાના અભાવે ઈસમ થોડે આગળ જઈ ઉતરી ગયો હતો. થોડીવાર બાદ ઈસમે તેના ખિસ્સા ચેક કર્યા તો ખિસ્સામાં રહેલા એક લાખ રૂપિયા ગાયબ હતા. કારમાં સવારી દરમિયાન તેમનું ખિસ્સું કપાયું હોવાની જાણ થતા ભોગ બનનાર ઈસમે ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસે હાલ નાકાબંધી કરી અજાણ્યા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Related Posts