કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરની અધિસુચના ક્રમાંક: જીએચકેએચ/૧૦૮/૨૦૨૪/ACD/AMR/e-file/૨/૨૦૨૩/૩૦૧૪/KH થી હાઉસિંગ કો- ઓપરેટીવ સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપરેટીવ સોસાયટી નું તા.૩૧-૦૩-૨૦૨૪નાં સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરનાં ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય,મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ પરનાં ઓડીટરની નિમણુક કરી તા.૩૦/૦૫/૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડીટ પુર્ણ કરાવવા, સબંધિત હાઉસીંગ કો.-ઓપરેટીવ સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.-ઓપરેટીવ સોસાયટીનાં હોદ્દેદારોએ નોંધ લઇ તથા ઓડીટ પુર્ણ થયેથી ઓડીટ અહેવાલ સબંધિત કચેરીમાં રજુ કરવા નોધ લેવા વિનંતી છે.વધુમાં પેનલ પરનાં ઓડિટરશ્રીનાં નામ તથા અન્ય માહિતી માટે નિચે આપેલ લિંક અથવા અત્રેની કચેરીનો સંપર્ક કરવા ભાવનગર જિલ્લા રજિસ્ટ્રારશ્રી દ્વારા જણાવવામાં આવે છે.
કો.-ઓપરેટીવ સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.-ઓપરેટીવ સોસાયટીનું ઓડીટ રજિસ્ટ્રારની પેનલ પરનાં ઓડીટર દ્વારા કરી શકશે


















Recent Comments