ગુજરાત

ગુજરાત માં ૧૫-૧૮ વર્ષના ૪૦% કિશોરોનું રસીકરણ થયું, એક્ટિવ કેસ ૯૧૨% વધ્યાં પણ વેન્ટિલેટર પર માત્ર ૩૨ દર્દી

છેલ્લા ૨૪ કલાક માં ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા ૩૩૫૦ કેસ નોંધાયા હતા. ૨૩૬ દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી હતી અને એક દર્દીનું કારણે મૃત્યુ થયું હતું. સૌથી વધારે કેસ અમદાવાદ મહાનગરપાલિકામાં ૧૬૩૭ નોંધાયા હતા. સુરતમાં ૬૩૦, રાજકોટમાં ૧૪૧, વડોદરામાં ૧૫૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ૧૦ હજારની ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં નવા કેસોમાં ૧૫૪૨%નો વધારો થયો છે. એક્ટિવ કેસમાં ૯૧૨%નો વધારો થયો છે પણ વેન્ટિલેટર પર ૩૨ દર્દીઓ છે. એનો અર્થ થાય છે કે કેસો વધી રહ્યા છે એ હકીકત છે પણ ગંભીર થતા દર્દીઓની સંખ્યામાં કોઇ મોટો વધારો જાેવા મળ્યો નથી.

ગત ૪ ડિસેમ્બર ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા ૭૨ વર્ષના વૃદ્ધને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. તેમણે ચાઇનીઝ રસી લીધી હતી. ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રીને એક મહિનાનો સમય થઇ ગયો છે. રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષનાં બાળકોને રસીકરણ માટેની શરૂઆત ગત ૩જી તારીખથી કરવામાં આવી હતી. અંદાજે ૩૫ લાખ બાળકોને ૮ દિવસમાં રસી આપવાના લક્ષ્યાંક સાથે શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી ૧૫ લાખ બાળકો એટેલે ૪૦% બાળકોને રસી અપાઈ છે. રસીકરણના પહેલા દિવસે જ ૫.૫૦ લાખ બાળકોને રસી આપી દેવામાં આવી હતી. રાજ્યમાં કુલ ૯.૧૭ કરોડ રસીકરણમાંથી ૪.૩૧ કરોડને રસીના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જે ૧૮ વર્ષથી ઉપરની વસ્તીના ૮૭ ટકાથી પણ વધુ છે.

રાજ્યમાં ઓમિક્રોનના નવા ૫૦ કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદ કોર્પોરેશનમાં ૩૪ કેસ છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ૩ સમાચાર રાહત અપાવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૧૦ દિવસમાં નવા કેસોમાં ૧૫૪૨%નો વધારો થયો છે. એક્ટિવ કેસમાં ૯૦૦%નો વધારો થયો છે પણ વેન્ટિલેટર પર ૩૨ દર્દીઓ છે જે ગંભીરતા ઓછી હોવાની સાક્ષી પૂરે છે. રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રીને એક મહિનો થયા બાદ એક મહિનામાં ઓમિક્રોનના કુલ ૨૦૪ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૧૨ દર્દીઓને સાજા થતાં રજા પણ આપી દેવાઇ છે.

Related Posts