વિડિયો ગેલેરી

દામનગર પાલિકા ની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ ભાજપ બળિયા ના બે ભાગ કોગ્રેસ ને ઉમેદવારો ન મળ્યા આપ નો શંભુ મેળો મેદાન માં

દામનગર શહેર ની “ડ” વર્ગ ધરાવતી ૬ વોર્ડ ની ૨૪ બેઠક ની નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ચિત્ર સ્પષ્ટ આઝાદી ની પૂરોધ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ને ઉમેદવારો કે નેતૃત્વ ન મળ્યું કોગ્રેસ નો ઝંડો ઉપાડનાર કોઈ ન રહ્યું સતાધારી ભારતીય જનતા પાર્ટી માં બળિયા ના બે ભાગ બાહુબલી નેતા એ જોઈતી બેઠકો ઉપર એકજ પરિવાર માં બે બેઠકો ઉપર પણ ઉમેદવારી સાથે જુના ખાઈ બાંધેલા ત્રણ ત્રણ ટર્મ ચૂંટણી જીતેલા ઓને માર્ગદર્શન મંડળ માં જવાબદારી ઓ સોંપાઈ સેવા માટે ચૂંટણી જીતી પદ પૈસા અને પ્રતિષ્ઠા સાથે અનિષ્ઠ પ્રવૃતિ ઓ માટે જ પાવર માં આવતા નેતા ઓની નિરીક્ષકો સુધી નોંધ લેવાય દાગી અને બાગી ઓ દ્વારા ટિકિટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ નો ડોળ સંપૂર્ણ વેચી ગયો અનેક પક્ષો બદલી વારંવાર ચૂંટણી મેદાન માં આવતા વાગે તો ભલું નહિતર ગાજર ની પીપુડી ખાઈ જવાની યુક્તિ સાથે આપ નો શંભુ મેળો પણ મેદાન માં ભાજપ હોય કે કોગ્રેસ કે આપ અંતે લોકશાહી માં જનતા સર્વ નો બાપ ચૂંટણી સમયે હથેળી માં ચાંદ બતાવી વારંવાર જનતા સાથે વિશ્વાસઘાત કરનારા નેતા ઓએ દામનગર શહેર માટે કર્યું શું ? ગત ચૂંટણી માં અપાયેલ વચન વાયદા ઠેર ના ઠેર રહ્યા જે પણ ચૂંટાઈ તેના માટે કંટાળા તાજ સમાન અનેક પડકારો છે પ્રધાન મંત્રી આવાસ તાલુકો જનસેવા સીસી ટીવી પાણી પૂરવઠા વીજ કંપની નું બાકી લેણું પ્રાથમિક સુવિધા સાથે નિયમિત હપ્તો સૌનો સાથ સૌનો વિકાસ બધા ને સાથે લઈ ને ચાલનાર વ્યક્તિ એકજ વ્યક્તિ માટે પડકાર જનક છે સૌથી ખરાબ સ્થિતિ કોગ્રેસ ની થઈ ખૂબ મોટી સંખ્યા માં કોગ્રેસ ની વિચાર ધારા ને માનનાર વર્ગ છતાં પ્રદેશ કક્ષા એ નેતા ગિરી કરનાર નેતા ઓનો હોમ ગ્રાઉન્ડ ખાતે પનો ટૂંકો પડ્યો છેલ્લા ડચકે રહેલ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ને ગળેટુપો કોગ્રેસ ના નેતા ઓ દ્વારા આપતો રહ્યો તે સૌથી દુઃખદ વાત છે ભાજપ આવે કે આપ જનતા માટે ચૂંટાઈ આવતા નેતા ઓ ચૂંટણી બાદ સેવા મૂકી ધંધે ચડે પાલિકા સાથે વેપાર કરવા લાગતા નેતા ઓ સેવક મટી સરમુખ્તાર બની પોતા ના આંગણા માં પ્રજા ના પૈસા થી ઝાકમઝોળ કરી મૂકતા નેતા પદ પ્રતિષ્ઠા નો ખૂબ ગેર લાભ મેળવ્યો પણ જનતા બધું જાણે છે દામનગર શહેર ની અનેક બેઠકો ઉમેદવાર વાંકે બિન હરીફ થવા ની સ્થિતિ ઊભી થઈ ભાજપ માટે મોકળું મેદાન કોગ્રેસ ને ઉમેદવારો કે સ્થાનિક નેતૃત્વ ન મળ્યું કોગ્રેસ માંથી એન સી પી માં અને આપ આવેલ નેતા વારંવાર ચૂંટણી સમયે વંડી ઠેકવા તૈયાર જ હોય તેમ અનેક બેઠકો ઉપર ઉમેદવારો ને તૈયાર કરી ઊભા રાખ્યા પણ પછી શું ? અનેક સિનિયર નેતા ઓ ચૂંટણી લડવા ઉત્સુક હતા પણ નિરીક્ષકો એ માર્ગદર્શક મંડળ માં મૂકી ઊભેલા ને જીતાડવા ની જવાબદારી સોંપી દેતા ભારે અવઢવ મુકાયા ટિકિટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ નો ગણગણાટ અંતે શાંત ચૂંટણી પરિણામ સુધી ગોળા ફેંક સિઝન શરૂ થઈ ચૂકી છે મતદારો એ પાચન શક્તિ વધારવી ગોળા પચી શકે 

Related Posts