ગુજરાત

દ્રોણેશ્વર હનુમાન મંદિરના સાનિધ્યમાં સિંહ પરિવારના ધામા, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

દ્રોણેશ્વર કષ્ભંજનદેવ હનુમાન મંદિરના સાનિધ્યમાં એક સાથે પાંચ સિંહ પરિવાર સિંહબાળ સાથે ધામા નાખ્યાં હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જાેકે અહીં આ વિસ્તારમાં અવાર-નવાર સિંહ આવતા હોય છે. દ્રોણેશ્વર હનુમાન મંદિરના પગથીયા સુધી એક પછી એક સિંહબાળ સાથે પરીવાર આવે છે. બાદમાં એક સાથે મંદિરના પાછળના ભાગે લાઈનમાં જતા રહેલ અને મંદિરના ફરતે આટાફેરા મારી સીમ વાડી વિસ્તારમાં ચાલ્યાં ગયાં હતાં. આ સમગ્ર ઘટના મંદિરના પરિસરમાં લગાવવામાં આવેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અગાઉ થોડા દિવસો પહેલા મંદિરનાં બહારના ભાગે વહેલી સવારે ડાલામથ્થો આરામથી રસ્તા પર જતો હતો, ત્યારે વાહનો ઉભા રાખી દેવા પડ્યા હતાં.

Related Posts