એસ.ઓ.જી.ના પો.સ.ઈ. એમ.એ. મોરી તથા એસ.ઓ.જી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. લગત કામગીરી સંબંધે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાબરા કરીયાણા ગામે જવાના રોડ પર બાબરાથી આશરે ર કિ.મી.ના અંતરે આવેલ સોનપરી મેલડી માતાજીના મંદિર પાસે પહોંચતા ચોકકસ અને આધારભૂત બાતમી રાહે હકીકત મળેલ કે, બાબરા કરીયાણા ગામ જવાના રોડ પર બાબરાથી આશરે ર કિ.મી.ના અંતરે રોડની ડાબી સાઈડ આવેલ રામપરા ડેમની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બે શંકાસ્પદ ઈસમો હાજર છે અને તેઓની પાસે ચોરી તેમજ છળકપટથી મેળવેલ ત્રણ મોટર સાયકલો છે અને તેઓ બંને આ મોટર સાયકલો વેચવાની પેરવી કરે છે તેવી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઈડ કરી ચોરી તેમજ છળકપટથી મેળવેલ મોટર સાયકલ નંગ-3 સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલછે.
પકડાયેલા આરોપી (1) વિશાલભાઈ ભીખુભાઈ રાઠોડ (ઉ.વ.36), ધંધો : મજૂરી, રહેવાસી બાબરા (ર) અશરફખાન યુનુસખાન મહેલાણી (ઉ.વ.ર4), ધંધો : ફ્રીઝ રીપેરીંગ, રહેવાસી બાબરા.
















Recent Comments