ધર્મ દર્શન

મહાશિવરાત્રિના દિવસે શિવજીને પ્રસન્ન કરવા ખાસ કરો આ ઉપાયો, જાણો તમે પણ

ફાગણ મહિનાની મહાશિવરાત્રિને વર્ષની સૌથી મોટી શિવરાત્રિ માનવામાં આવે છે. શિવરાત્રિની ઉજવણી ઠેર-ઠેર થતી હોય છે. અનેક જગ્યાઓએ આ દિવસે મેળો પણ ભરાતો હોય છે અને ગામના લોકો ભેગા થઇને આ દિવસની ઉજવણી કરતા હોય છે.

આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર 1 માર્ચ મંગળવારના રોજ છે. આમ, આ ખાસ દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટેના આ ઉપાયો તમારા માટે સૌથી સારા છે. આ શિવરાત્રિએ ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે એવામાં જો તમે આ ઉપાયો કરો છો તો તમારા માટે સૌથી વધારે ફાયદાકારક છે.

  • શિવરાત્રિના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં સ્નાન કરો અને પછી ઘરમાં આવેલા મંદિરમાં જળથી ભરેલું એક કળશ સ્થાપિત કરો.
  • ત્યારબાદ કળશની પાસે ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિઓની સ્થાપના કરો.
  • સ્થાપના કર્યા પછી તમે ભગવાના શિવ અને પાર્વતીને ચોખા, પાન, સોપારી, નાડાછડી, લવિંગ, ચંદન, એલચી, દૂધ, દહીં અને ફળ ચઢાવો.
  • આ બધી વસ્તુઓ ચઢાવ્યા પછી છેલ્લે આરતી કરો અને ભગવાનના નામનું સ્મરણ કરો.
  • જો તમે આ ખાસ દિવસે માટી કે તાંબાના વાસણમાં પાણી અથવા દૂધ શિવલિંગ પર ચઢાવો છો તો ખૂબ સારું. આ સાથે તમારે ધતુરાના ફુલ, ચોખા અને બિલી પણ ચઢાવવા જોઇએ.
  • મહાશિવરાત્રિના દિવસે દરેક લોકોએ શિવ પુરાણ વાંચવી જોઇએ અને સાથે મહામૃત્યુંજય મંત્ર કરવો જોઇએ.
  • તમને જણાવી દઇએ કે મહાશિવરાત્રિના દિવસે ત્રણ પ્રહારના જાગરણનો પણ નિયમ છે.
  • મહાશિવરાત્રિના દિવસે કરેલા આ ઉપાયો તમને અનેક કામમાં સફળતા અપાવે છે અને સાથે ધનની અછતને પણ પૂરી કરે છે.
  • તમારા ઘરમાં બાળકો ભણતા હોય તો તમારે અચુક મહાશિવરાત્રિના દિવસે આ ઉપાયો કરવા જોઇએ.

Related Posts