જીવન અંજલી થાજો મારુ જીવન અંજલી થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો.કરસનદાસ માણેક ની ઉપરોક્ત પંક્તિને અમરેલી શહેરના યુવા ટીમ એવા મારુતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટની ટીમે લોકઉપયોગી સત્કર્મો થકી સાર્થક કરી છે. ભૂખ્યાને ભોજન હોય કે પછી પાણીની પરબો થકી તરસ્યાને જળ હોય. મારુતિનંદન ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી માનવ સેવાના ઉત્તમ કાર્ય થકી સમાજમાં સેવાની પ્રેરણાદાયી સુવાસ પ્રસરાવી રહ્યું છે તે આનંદની વાત છે. કળિયુગમાં સ્વાર્થ સર્વોપરી હોય ત્યારે પરમાર્થના કાર્યો કરવા એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે.
એવી કહેવત છે કે ઘર બાળીને તીર્થ કરો ત્યારે સેવાના કાર્યો થતા હોય છે. બહુ ઓછા લોકો સેવા અને પુણ્યદાનનું ક્ષેત્રફળ પસંદ કરતા હોય છે અથવા તો ઈશ્વર કૃપાથી આવી તકો મળતી હોય છે. સમાજમાં આજે પણ એવા અનેક મહાનુભાવો છે કે સમાજ ઉપયોગી કાર્યોમાં દાન સ્વરૂપે કે શ્રમ સ્વરૂપે પોતાનો યથાશક્તિ સહયોગ અવિરત પ્રદાન કરતા હોય છે. જેમના થકી સમાજમાં અનેક પ્રકારના ઉત્તમ કાર્યો થતા હોય છે અમરેલી શહેરમાં પીવાના શુદ્ધ પાણીની કાયમી સમસ્યા છે અને તેવા સમયે સાર્વજનિક જગ્યાએ અને તે પણ બળબળતા ઉનાળામાં આવી વ્યવસ્થા ગોઠવવી એ તો નોંધ લેવી પડે તેવી ઘટના છે.મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ , અમરેલી ની જનતા તેમજ અમારા દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર માને છેતેમજ આ જળ સેવાનો વિચાર જેમણે અમારા સમક્ષ રજૂ કર્યો એવા અમરેલીના નામાંકિત ડોક્ટર શ્રી વિજયભાઈ વાળા સાહેબનો પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે જેના સાથ સહયોગથી જળ સેવાનો સંકલ્પ આજરોજ પૂર્ણ થયો છે.


















Recent Comments