મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે મ્હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ અમરેલી જીલ્લામા જુગારદારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી, સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ.
જે સબબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ.ફુગસિયા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રજુલા પોલીસ ટીમે, રાજુલા પોલીસ સ્ટેશનના બાબરીયાધાર ગામના હદવિસ્તારમા બાબરીયાધાર થી નવાગામ જવાના રસ્તે, ખાંભડાની ધારે, હાથબત્તીના અંજવાળે જાહેરમા હારજીતનો જુગાર રમતા કુલ ચારપત્તા પ્રેમીઓને કુલ રૂ.૨૫,૮૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ પત્તાપ્રેમીઓ પર રાજુલા પોલીસ સ્ટેશનમા જુગારધાર હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ.
♦ પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) કાળુભાઇ ભગુભાઇ સૈડા ઉ.વ.૩૦ ધંધો ખેતી રહે.ઇટીયા તા.જેસર જી.ભાવનગર
(ર) દિલુભાઇ રાવતભાઇ બોરીયા ઉ.વ.૩૩ ધંધો. ખેતી રહે.દાધીયા તા.સાવરકુંડલા જી.અમરેલી
(૩) દાનુભાઇ દેવકુભાઇ મેગળ ઉ.વ.૩૦ ધંધો.ખેતી રહે. મેરીયાણા(નવાગામ) તા.રાજુલા જી.અમરેલી (૪) ઘુસાભાઇ ભગુભાઇ સૈડા ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે.ઇટીયા તા.જેસર જી.ભાવનગર
કબ્જે કરાયેલ મુદ્દામાલ –
રોકડા રૂ.૨૫,૭૫૦/-
ગંજીપતાના પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/-
હાથબતી કિ.રૂ.૫૦-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.એસ.કુગસિયા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ.જયરાજભાઇ જેતુભાઇ વાળા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા વાવેરા બીટના અના.હેડ કોન્સ. અલ્તાફભાઇ વલીમહંમદભાઇ સમા તથા પો.કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા લોકરક્ષક રવિભાઇ બાબુભાઇ વરૂ તથા રાજુલા પો.સ્ટાફનાઓ દ્વારા કરાયેલ છે.














Recent Comments