અમરેલી

લાઠી તાલુકાની રામ કૃષ્ણ મિલ માં કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન

દેશના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત લાઠી રોડ પર આવેલ રામકૃષ્ણ મિલ ખાતે મેડિકલ ચેક અપ અને સ્પેશીયલ કોવિડ વેક્સિનેશન ડ્રાઈવ નું આયોજન કરવા માં આવેલ હતું. જેમાં મિલ મજૂરો અને તેમના પરિવારજનો નું હેલ્થ ચેક અપ કરી તમામ ને કોરોના રક્ષક રસી આપવા માં આવી હતી. આ આયોજન ને સફળ બનાવવા માં ડો. સાગર પરવડિયા ના નેતૃત્વ માં બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતિરાળા ના કર્મચારીઓ પુરોહિત ભાઈ, આશાબેન, અનિતા વધેલા એ ખૂબ જેહમત ઉઠાવી હતી. તેમજ જગદીશભાઈ મેતલિયા અને અન્ય સામાજિક અગ્રણીઓ એ પણ સહકાર આપ્યો હતો.

Related Posts