ભાવનગર

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા યજ્ઞ શ્રી મોરારિબાપુ દ્વારા આહુતિઓ

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં શ્રાવણ માસનાં યજ્ઞમાં શ્રી મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં ચાલતાં યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. ભાવનગર જિલ્લાનાં ગૌરવરૂપ કથાકાર વકતાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્યમાં વિવિધ સંસ્કૃતિ અને સમાજ સેવાનાં કાર્યો ચાલી રહ્યાં છે. શ્રાવણ માસ દરમિયાન ચાલતાં યજ્ઞમાં શ્રી મોરારિબાપુ દ્વારા આહુતિઓ અર્પણ થઈ છે. શ્રાવણ માસ દરમિયાન શાસ્ત્રોક્ત આયોજન સાથે શ્રી અનંતભાઈ ઠાકરનાં આચાર્યપદે ભૂદેવોનાં મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ ચાલી રહેલ છે. આ યજ્ઞ પ્રસંગે શ્રી મોરારિબાપુએ યજ્ઞ અને સેવા કાર્યોથી મૌન પ્રસન્નતા વ્યક્ત કરી છે. આશ્રમમાં ભજન સત્સંગ, પર્યાવરણ જતન સાથે ભોજન પ્રસાદનો લાભ મળી રહ્યો છે.

Related Posts