રાજ્ય અને કેન્દ્ર સરકારના પેન્શનરોએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે . આપ જો જુના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા હોય અને આપની આવક નિયત મર્યાદાથી વધતી હોય તો સ્વઆકરણી કરી રોકાણ સહિતની વિગતોની અથવા રોકાણ અંગે બાહેંધરીની સ્વપ્રમાણિત નકલ જિલ્લા તિજોરી કચેરી અમરેલી તા. ૩૦/૦૯/૨૦૨૧ સુઘીમાં મળી જાય તેમ મોકલવા એક યાદીમાં જણાવવામાં આવે છે. અથવા આપ નવો વિકલ્પ સ્વીકારવા માંગો છો તેમ માની નિયમ અનુસાર આવકવેરાની કપાત કરવામા આવશે. તેમજ આપના પાનકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર પણ તિજોરી કચેરીને મોકલી આપશો અન્યથા પાનકાર્ડ ઉપલબ્ધ ન હોવાના લીધે ઉચ્ચક દરે નિયમ અનુસાર આવકવેરો કાપવામા આવશે જેની નોંધ લેવા જણાવાયું છે.
સરકારના પેન્શનરોએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવકવેરાના વિકલ્પ પસંદ કરવા જોગ



















Recent Comments