સુરત શરીર થી વિકલાંગ ધવલ અકબરી મન થી કેટલો મક્કમ આજરોજ તા.૨/૧/૨૨ ના દિને શરીર થી વિકલાંગ ધવલભાઈ અકબરી એક વિદ્યાર્થી છે અને પોતે વિકલાંગ હોવા છતા એમને વારંવાર એકજ વિચાર આવે કે મારે પણ સમાજ માટે કંઈક સારૂ કાર્ય કરવાની ઈચ્છા છે આવી ઉચ્ચ ભાવના થી ૧૦૪ મી વખત રક્તદાન કર્યું થેલેસેમિયા ની બીમારીઓથી બાળકો માટે એક બ્લડકેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું તેમા લાચાર નહિ પણ લાજવાબ ધવલ અકબરી એ ૧૦૪ મી વાર બ્લડ ડોનેટ કરી એક સુંદર સંદેશ આપ્યો બીજા ના ભલા ના ભાવના હોય સેવા માટે દાસીય દાસ ભાવ હોય ત્યારે આદ્ય કવિ ભક્ત નરસિંહ મહેતા ની એક પંક્તિ “વૈષ્ણવ જન તો તેને રે કહી એ જે પીડ પરાઇ જાણે રે” ધવલ અકબરી એક છાત્ર છે પણ તેમના ઉમદા વિચારો ઉંચા છે.
થેલેસેમિયા ગ્રસ્ત શિશુ ઓને વારંવાર ઉભી થતી રક્ત ની જરૂરિયાત માટે મારે પણ સમાજ માટે કંઈક કરવું છે આવી ધગશ ધરાવતા એક વિકલાંગ વ્યક્તિ એ અધધ કહી શકાય એટલી ૧૦૪ મી વખત રક્તદાન કર્યું આ તકે કાર્યકર્મમા સરથાના પોલીસ સ્ટેશન ના PSI ગુર્જર સાહેબ ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા જયભગવાન ટ્રસ્ટ ના વિપુલભાઈ નારોલા સહિત હાજર યુવાનો અગ્રણી ઓએ ધવલ અકબરી ને ધન્યવાદ પાઠવ્યા હતા અને વ્યસન મુક્તિ તેમજ ટ્રાફીક વિષે નો ખુબ સારો સંદેશો આપ્યો


















Recent Comments