સુરતના હજીરાથી કેમિકલ ભરીને દમણ જઈ રહેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. સવારે ટેન્કર રેલવે ફાટક ક્રોસ કર્યા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કન્ટેનરમાં આગના પગલે ચાલક નીચે ઉતરી ગયો હતો. આ આગની ઘટનામાં પારડી ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના હજીરાથી કેમિકલ ભરીને ટેન્કર ચાલક દમણ જઇ રહ્યો હતો. તે દરમિયાન અગમ્ય કારણોસર ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ ટેન્કર ચાલકને થતા તેને માનવ વસાહતથી દૂર ટેન્કર ઉભું રાખી સુરક્ષિત નીચે ઉતરી ગયો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો મારફતે પારડી ફાયર વિભાગ અને પારડી પોલીસને કરાઈ હતી. જેમાં ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંદાજે ૨ કલાક મહેનત કર્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
સુરતના હજીરાથી દમણ જઇ રહેલા ટેન્કરમાં આગ ભભૂકી, ફાયર ફાઈટરની ટીમે કાબુ મેળવ્યો


















Recent Comments