ગુજરાત

સુરતમાં અસામાજિક તત્વો બેલગામઃ વીઆઇપી રોડ પર યુવકને જાહેરમાં જ ડંડાથી ફટકાર્યો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે તો અસામાજિક તત્વો લોકોને જાહેરમાં ફટકારી રહ્યા હોય તેવા વીડિયો પણ વહેતા થઈ રહ્યા છે. હવે વધુ એક આવો એક વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ હતી. સુરતના પોશ વિસ્તારમાં બાંકડા પર બેઠેલા એક યુવકને ત્રણ યુવકોએ લાકડાના ફટકા વડે માર માર્યો હતો. આ દરમિયાન રસ્તામાંથી પસાર અસંખ્ય લોકો આ તમાશો જાેઈ રહ્યા હતા. એક પણ વ્યક્તિ આ યુવકને બચાવવા આગળ આવી ન હતી. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઇ હતી અને ગણતરીની મિનિટોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સુરતમાં કાયદાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. તેની પાછળ પોલીસ જ જવાબદાર છે. જે રીતે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે તેને લઈને લોકો પરેશાન થઇ ગયા છે. આવા લોકો પર પોલીસ કડક કાર્યવાહી નથી કરતી. જેને લઈને આવા તત્વો પછી બેફામ બની જતા હોય છે. સુરતમાં અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

સુરતનાં ફૈંઁ રોડ ઉપર બાંકડા પર જીતુ નાયક નામનો યુવક બેઠો હતો. આ દરમિયાન ત્રણ જેટલા ઈસમો આવ્યા હતા અને જાેતજાેતામાં જીતુ નાયકને લાકડી વડે ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. રસ્તા પરથી પસાર થતા અનેક લોકો આ તમાશો જાેઈ રહ્યા હતા. લોકો મૂકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા પરંતુ કોઈ પણ જીતુ નાયકને બચાવવા વચ્ચે પડ્યું ન હતું. જાેકે, સ્થાનિક લોકોએ આ અસામાજિક તત્વોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ જરૂર કર્યો હતો. બીજી બાજુ આ ઘટનાની જાણ લોકોએ પોલીસને કરી હતી. ત્રણ ઈસમોએ લાકડીના ફટકા માર્યા બાદ પીડિત જીતુ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો.

Related Posts