બોલિવૂડ

૫૦૦ કરોડ કમાનારી પહેલી ફિલ્મ બની ‘પઠાન’?!..

અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન ૫૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ચૂકી છે. શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમની પઠાન મૂવીનું કલેક્શન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ૨૫ જાન્યુઆરીએ રીલીઝ થયેલી પઠાને માત્ર ૨૧ દિવસમાં જ ૪૯૮.૮૫ કરોડનું કલેક્શન કરી લીધું અને ૨૨માં દિવસે ૫૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ચૂકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાને માત્ર ૨૧ દિવસમાં જ ૪૯૮.૮૫ કરોડનું કલેક્શન કરી લીધું છે. તો જીટ્ઠષ્ઠહૈઙ્માના અર્લી ટ્રેન્ડ્‌સ અનુસાર, ફિલ્મે ૨૨મા દિવસે લગભગ રૂ. ૪ કરોડનું કલેક્શન કર્યુ છે. એવામાં ફિલ્મ ૫૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ચૂકી છે. આપને જણાવી દઇએ કે, ઇન્ડિયામાં નેટ ૫૦૦ કરોડ કમાનારી પઠાન પહેલી બોલિવૂડ ફિલ્મ બની છે. તો હવે પઠાનની ટક્કર બાહુબલી સાથે છે, જેનું કલેક્શન ૫૧૧ કરોડ રૂપિયા છે. શાહરૂખની મોસ્ટ અવેટેડ અને કમબેક ફિલ્મ પઠાનના શાનદાર કલેક્શને ધમાકો કરી દીધો છે. પઠાન બાદ શાહરૂખ ફિલ્મ ડંકી અને જવાનમાં જાેવા મળશે. રાજકુમાર હિરાનીની ફિલ્મ ડંકીમાં શાહરૂખ ખાનની જાેડી તાપસી પન્નૂ સાથે બનાવવામાં આવી છે. ફિલ્મ ૨૨ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ રીલીઝ થશે. શાહરૂખ ખાનની જવાન ફિલ્મ ૨ જૂન, ૨૦૨૩ના રોજ હિન્દીની સાથે તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડમાં રીલીઝ થશે.

Related Posts