વિડિયો ગેલેરી

અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૨૩ સપ્ટેમ્બરે રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના મહિલા રોજગાર ઈચ્છુકો માટે અગ્રગણ્ય એકમ આલ્ફા ઓટો લીંક એલ.એલ.પી અમરેલી માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાઓને અનુરૂપ સ્નાતકની કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે આલ્ફા ઓટો લીંક એલ.એલ.પી લાઠી રોડ, બાયપાસ અમરેલી ખાતે કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts