ફેઝ ૨માં કુલ ૨૨ એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર ૨૨.૮ કિમિનું નિર્માણ કરવામાં આવશે. તો ગુજરાત નેશનલ લો યુની. થી ગિફ્ટ સીટીને જાેડાશે. જેનું અંતર ૫.૪ કિમિ રહેશે. ફેઝ ૨માં કુલ ૨૨ એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને જાેડવાની જાેગવાઈ પણ આ પ્રોજેકટમાં જાેવા મળે છે. તો સુરતના મેટ્રો કામનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં ૪૦ કિમિના બે તબક્કા રહેશે. કોરિડોર ૧ સરથાણાથી ડ્રિમ સીટી ૧૫.૧૪ કિમિ જેમાં ૧૪ એલિવેટેડ તો ૬ ભૂગર્ભ સ્ટેશન હશે. કોરિડોર ૨ ભેસાણથી સરોલી ૧૮.૭૪ કિમિનો જેમાં ૧૮ એલિવેટેડ સ્ટેશન રહેશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ ૪૦, ૦૩ કિ.મી છે
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -૨અમદાવાદ પૈટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧નું વિસ્તરણ છે. જે અમદાવાદને ગાંધીનગર સાથે જાેડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ ૪૦, ૦૩ કિ.મી. છે જેમાંથી ૬.૫ કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ ૨૦૧૯થી જ કાર્યરત છે અને બાકી રહેલ ૩૩.૫ કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે. ફેઝ-૨ના કોરિડોર-૧ની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના ૨૨.૮ કિલોમીટરની છે. અને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને જાેડાય તે માટેની જાેગવાઈ રાખેલ છે. મોટેરા સ્ટેડીયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં ૨૦ એલિવેટેડ સ્ટેશનો છે, જી, એન.એલ.યુ. થી ગીફ્ટ સીટી સુધીની ૨ એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર-૨ ની લંબાઈ ૫.૪ કિલોમીટર છે, જેમાં જી.એન.એલ.યુ. પાસે મેટ્રો ટ્રેન ઇન્ટરચેંજ સુવિધા અને સાબરમતી નદી ઉપર પુલ છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો કુલ ખર્ચ રૂ.૫,૩૮૪ કરોડ
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો કુલ ખર્ચ રૂ.૫,૩૮૪ કરોડ છે.અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨નો લાભ અમદાવાદ-ગાંધીનગરની ૬૨.૬લાખની વસ્તીને સલામત, સ્વચ્છ, વ્યાજબી અને ઝડપી વાહનવ્યવહાર સુવિધાનો લાભ મળશે.
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંગે મહત્ત્વનું
આશરે ૬૦ લાખની વસ્તી ધરાવતું સુરત એ ભારતનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે. વર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં કોઈ માસ રેપિડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ (એમઆરટીએસ) નથી, તેથી ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે સુરતમાં એમઆરટીએસ સુવિધા વિકસાવાનું નક્કી કર્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો, બે ફોરિડોર સાથે કુલ ૪૦.૩૫ કિલોમીટરની લંબાઈનો છે. કોરિડોર-૧ ની લંબાઈ ૧.૬૧ કિ.મી. અને કોરિડોર-૨ ની લંબાઈ ૧૮.૭૪ કિ.મી.ની છે જેની યોજનાનો અંદાજિત પૂર્ણ ખર્ચ રૂ. ૧૨,૦૨૦ કરોડનો છે. કોરિડોર-૧ સરથાણાથી ડ્રીમ સિટી સુધીનો છે, જેમાં ૧૪ એલિવેટેડ મેટ્રો સ્ટેશનો અને ૬ ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે, કૌરિડોર-૨ ભેસાણથી સરોલી સુધીનો છે, જેમાં ૧૮ એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે. હાલમાં ડ્રીમ સિટી ડેપોથી કદરશાની નાલ સુધીના ૯.૮૮ કિ.મી. વાળા કૌરિરિડોર-૧ ની પ્રાધાન્યતા લેવામાં આવી રહી છે જેમાં ૧૦ એલિવેટેડ મૅટ્રો સ્ટેશન છે.
અમદાવાદ-સુરત મેટ્રો ટ્રેન વિશે

Recent Comments