અમરેલી લોકસભાના સાંસદની લોકહિતની સતત રજૂઆતોને મોટી સફળતા, 17 ઓગસ્ટથી વેરાવળ-અમદાવાદ વંદે ભારત ટ્રેન ચીતલ ખાતે રોકાશે
અમરેલી: અમરેલીના ચીતલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજની લાંબા સમયથી ચાલી આવતી લોકમાંગણીને હવે મંજૂરી મળી છે. અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરત સુતરિયાની ધારદાર રજૂઆત અને સતત પ્રયાસોને મોટી સફળતા મળી છે. ચીતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજ માટે સાંસદ શ્રી ભરત સુતરિયાએ લોકહિતને ધ્યાનમાં રાખી સતત રજૂઆતો કરી હતી, જેના પરિણામે હવે ચીતલ અને આસપાસના વિસ્તારના લોકોને મોટી રેલવે સુવિધા મળવા જઈ રહી છે.
17 ઓગસ્ટથી શરૂ થનારી વેરાવળ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે અમરેલીના ચીતલ રેલવે સ્ટેશન ખાતે પણ રોકાશે. કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ દ્વારા પત્ર મારફતે ચીતલ ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી હોવાની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે.
ચીતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજ માટે સાંસદ શ્રી ભરત સુતરિયાએ કેન્દ્ર સરકાર સમક્ષ ધારદાર અને પરિણામલક્ષી રજૂઆત કરી હતી. ચીતલ તેમજ આસપાસના વિસ્તારના મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને સાંસદે પ્રાથમિકતા આપી આ મુદ્દાને સતત સરકારના સંબંધિત વિભાગ સમક્ષ રજૂ કર્યો હતો. સાંસદની લોકહિત પ્રત્યેની પ્રતિબદ્ધતા, સક્રિય કામગીરી અને સતત પ્રયાસોના પરિણામે આ મહત્વપૂર્ણ માંગણીને મંજૂરી મળી છે.
વંદે ભારતના સ્ટોપેજથી ચીતલ અને આસપાસના વિસ્તારના મુસાફરો તેમજ વેરાવળ તરફ જતા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદ અને વેરાવળ સુધીની મુસાફરી વધુ ઝડપી, સરળ અને સુવિધાસભર બનશે. આ સાથે વિસ્તારની રેલવે કનેક્ટિવિટીને પણ વધુ વેગ મળશે.
અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરત સુતરિયા દ્વારા લોકસભા વિસ્તારના વિવિધ પ્રશ્નો અને લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી કેન્દ્ર સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. ચીતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજની મંજૂરી સાંસદની આવી જ લોકહિતલક્ષી કામગીરી અને પરિણામલક્ષી પ્રયાસોની વધુ એક સફળતા તરીકે સામે આવી છે.
ચીતલ ખાતે વંદે ભારતના સ્ટોપેજને મંજૂરી મળતા સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી કરવામાં આવતી માંગણી પૂર્ણ થતાં ચીતલ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ઝડપી રેલવે મુસાફરીની નવી સુવિધા મળશે.
આ મહત્વપૂર્ણ મંજૂરી બદલ સાંસદ શ્રી ભરત સુતરિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ ચીતલ અને આસપાસના વિસ્તારના નાગરિકોની માંગણીને મંજૂરી મળવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.
ચીતલ ખાતે વંદે ભારતને સ્ટોપેજ મળતા અમરેલી શહેરના પ્રબુદ્ધ નાગરિકો, શહેર ભાજપ ટીમ, કિસાન મોરચાની ટીમ, યુવા ભાજપની ટીમ, બક્ષીપંચ મોરચાની ટીમ સહિતના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા સાંસદ શ્રી ભરત સુતરિયાનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સાંસદ શ્રી ભરત સુતરિયાને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રતિ, તંત્રીશ્રીઓ, આપના પ્રેસમાં વિનામૂલ્યે યોગ્ય સ્થાન આપવા વિનંતી.


















Recent Comments