અમરેલીનાં કિશોરવયનાં બાળકો સાયકલ લઈને 6 કલાકમાં ભાવનગર પહોંચ્યા
અમરેલીના બે બાળકો અમરેલીથી ભાવનગર અને ભાવનગરથી અમરેલી સુધીનો સાયકલ પ્રવાસ ખેડી અમરેલીથી માત્ર 6 કલાકમાં ભાવનગર પહોંચી જઈ એક રેકોર્ડ બનાવ્યો છે. અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા વિમળાબેનના પુત્ર પ્રિન્સ પંકજભાઈ રાઠોડ (ઉ.વ.1પ) તથા તેમનો પડોશી મિત્ર ક્રિશ બીપીનભાઈ પરમાર (ઉ.વ.13) આ બન્ને કિશોર પોતાની અલગ અલગ સાયકલ લઈ માત્ર 6 કલાકમાં અમરેલીથી ભાવનગર સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો હતો. આ બન્ને કિશોરે વળતા પણ ભાવનગરથી અમરેલી સુધીનો પ્રવાસ સાયકલ ઉપર સંપન્ન કર્યો હતો. આવા સાહસિક કિશોર ઉપર ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
Recent Comments