અમરેલી

અમરેલીના જેસિંગપરામાં 21 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ

અમરેલીનાં જેસીંગપરામાં શિવાજી ચોકમાં બિનકાયદેસર રીતે સરકારી જમીન ઉપર રર દુકાનો ઉભી કરનાર ર1 વેપારીઓ વિરૂઘ્‍ધ મામલતદારે સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વેપારી આલમ અને સરકારી જમીનમાં દબાણ કરનારાઓમાં ખળભળાટ મચી ગયો છે.

વિગત એવા પ્રકારની છે કે, અમરેલીનાં પ્રવેશદ્વાર સમાન જેસીંગપરાનાં શિવાજી ચોકમાં માર્ગની બગલમાં વર્ષોથી કેબિનો આવેલ હોય પાલિકાનાં શાસકોએ કેબિનો હટાવીને તમામ કેબિનધારકોને કેબિનની   પાછળની સરકારી જમીન ઉપર પાકી દુકાનો બનાવી દેવાની ખાત્ર આપીને પાછળની જમીન સરકારી હોય ઠરાવ કરીને મહેસુલી વછડા સમક્ષ સરકારી જમીન પાલિકાને ફાળવવા દરખાસ્‍ત રજૂ કરતાં મહેસુલીવડાએ તે દરખાસ્‍ત મહેસુલી વિભાગ-ગાંધીનગર મોકલી આપેલ.

દરમિયાનમાં ર1 દુકાનધારોકોએ (1) શબીરભાઈ જેસુદીનભાઈ તરવાડી, (ર) ધીરૂભાઈ માધાભાઈ રાઠોડ, (3) પાર્થ હિંમતભાઈ ભાડ, (4)ભગવાનભાઈ વલ્‍લભભાઈ ત્રાપસીયા, (પ) મેહુલભાઈ રમેશભાઈ પંડયા, (6) શાંતિલાલ મોહનભાઈ સાવલીયાનાં પુત્ર સનીભાઈ શાંતિભાઈ સાવલીયા, (7) પ્રતાપભાઈ મોહનભાઈ સાવલીયા, (8) ભુપતભાઈ જેન્‍તીભાઈ સાવલીયા, (9) ભદ્વેશભાઈ સવજીભાઈ          માંગરોળીયા, (10) ભરતકુમાર શીવશંકરભાઈ પંડયા, (11) સુરેશભાઈ શીવશંકરભાઈ પંડયા, (1ર) રાકેશભાઈ જયંતિભા કીકાણી, (13) વિરાટભાઈ ભરતભાઈ અજાણી, (14) સંજયભાઈ રમણીકભાઈ   રફાળીયા, (1પ) ઘનશ્‍યામભાઈ રવજીભાઈ કાછડીયા, (16) પ્રવિણભાઈ બાબુભાઈ માંગરોળીયા, (17) બચુભાઈ ભગવાનભાઈ ભટ્ટી, (18) ધીરૂભાઈ રવજીભાઈ પટોળીયા, (19) મધુભાઈ શંભુભાઈ સુખડીયા, (ર0) કેશુભાઈ જેરામભાઈ બુટાણી, (ર1) ભરતભાઈ સવજીભાઈ માંગરોળીયા

મહેસુલ વિભાગ નિર્ણય લે પહેલા જ કોઈ ખાનગી કોન્‍ટ્રાકટરને રર દુકાનો બનાવી આપવાનો કોન્‍ટ્રાકટ આપીને દુકાનો બનાવી નાખેલ તે અંગે કોઈએ ખાનગી ફરિયાદ કરતાં મહેસુલ વિભાગે દુકાનધારકો પાસેથી આધાર-પુરાવા માંગેલ જે રજૂ ન થતાં અને સરકાર જમીન પર કોઈપણ પ્રકારની મંજૂરી વગર દુકાનો બનાવાઈ હોવાનું બહાર આવતાં કલેકટરનાં આદેશથી મામલતદારે ર1 દુકાનધારકો વિરૂઘ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે.

મામલતદારે પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે, સદરહું જમીનનગરપાલિકાને કે અન્‍ય અજદારને કયારેય કાયદેસર ફાળવેલ ન હોવા છતાં, આ સ્‍થળે અલગ-અલગ કુલ-ર1 ઈસમો (સામાવાળ નં. 1 થી ર1) ઘ્‍વારા જમીનનો કબ્‍જો કરી, પાકી દુકાનોનું બાંધકામ કરેલ છે. સદરહું જમીન સીટી સર્વે કચેરીનાં રેકર્ડમાં હકકચોકસી થયેલ હોવાનું જણાતું નથી. જેથી સીટી સર્વે કચેરીનાં રેકર્ડમાં જમીન નિબનંબરી સદરે ચાલે છે. જમીન મહેસુલ કાયદાની કલમ-37 મુજબ જે મિલ્‍કત હકકચોકસી થયેલ ન હોય તે સરકારી જમીન ગણવા પાત્ર છે. જે હકીકત ઘ્‍યાને લઈ આ જમીન સરકારી પડતર સદરની હોવાનું જણાતા નગરપાલિકા અમરેલી ઘ્‍વારા કાયદેસરની દરખાસ્‍ત કરી, આ જમીન અનઅધિકૃત કેબીનો દૂર કરી, તેના વૈકલ્‍પિક જગ્‍યા તરીકે ફાળવવા/મળવા માંગણી કરેલ હતી. આમ આ જમીનની સંપૂર્ણતઃ માલિકી સરકારની જ છે.

આમ આ જમીન  સામાવાળઓને કયારેય સક્ષમ ઓથોરીટી ઘ્‍વારા કાયદેસર રીતે ફાળવેલ નથી. જેથી આ જમીનની સંપૂર્ણતઃ માલીકી સરકારની છે. આ હકીકત સામાવળાઓ સારી રીતે જાણતા હોવા છતાં, મલીન ઈરાદાથી વાદગ્રસ્‍ત    સ્‍થળે રર દુકાનોનું બીમકોલમ ઉપર પાકું સ્‍ટ્રકચર ઉભું કરેલ છે. આ બાંધકામ સરકાર ઘ્‍વારા નગરપાલિકાની માંગણી નામંજૂર કરેલ ત્‍યારબાદ થયેલ હોવાનું સ્‍પષ્‍ટ જણાય છે. એટલે કે માહે ફેબ્રુઆરી-ર0ર0થી આ બાંધકામ શરૂ કરેલ છે તેમજઆ બાબતે ખાનગી રાહે રજૂઆત મળતાં જે રજૂઆત તા. 14/10/ર0ર0નાં રોજ થયેલ છે. રજૂઆત થયેલ ત્‍યારે બાંધકામ શરૂ હોવાની સ્‍પષ્‍ટ ફરિયાદ થયેલ છે. તેમજ એકસરખી સાથે રર દુકાનોનું બાંધકામ કરેલ છે જેથી ર1 ઈસમો ઘ્‍વારા પોતપોતાની રીતે અલગ-અલગ બાંધકામ કરેલ હોવાનું જણાતું નથી. પરંતુ કોઈ ઈસમને અનઅધિકૃત રીતે કોન્‍ટ્રાકટ આપી, સરકારી જમીન ઉપર બાંધકામ કરેલ છે. આ સ્‍થળે થયેલું બાંધકામ એકસંપ થઈ, પૂર્વ આયોજિત પલાનીંગ કરી, સરકારી જમીન હડત કરવાનો પૂર્વ આયોજી કાવતરૂં ઘડીને, ગેરકાયદેસર કૃત્‍ય થયેલ છે. આ બાંધકામ કરવા માટે ટાઉન પ્‍લાનીંગ એકટ નીચે કાયદેસર કોઈ પરવાનગી મેળવેલ નથી કે લાયસન્‍સ ધરાવતા એન્‍જીનીયર કે સુપરવાઈઝર રાખી, આટલું વિશાળ બાંધકામ કરેલ હોવાનું જણાતું નથી. આમ આ ગેરકાયદેસર બાંધકામ આ કુલ-ર1 ઈમસો ઘ્‍વારા એકસંપ કરી, કરેલ હોવાનું જણાતું હોઈ, જેથી આ સ્‍થળે કોઈ એક કોન્‍ટ્રાકટર ઘ્‍વારા ગેરકાયદેસર કોન્‍ટ્રાકટ રાખી બાંધકામ થયેલ છે કે કેમ ? તે બાબત પણ તપાસનો વિષય બને છે.

અમારા ઘ્‍વારા      સામાવાળાઓના વિગતવાર નિવેદનો મેળવવામાં આવેલ છે. જેમાં તેઓએ જમીનની માલિકી અંગે કોઈ યોગ્‍ય આધાર પુરાવા રજૂ કરેલ નથી કે સ્‍પષ્‍ટતા કરેલ નથી. તેમજ મહેસુલ વિભાગ, ગાંધીનગરનાં પત્રનં. જમન/1319/17ર8/અ તા. 10/ર/ર0ર0 જમીન નગરપાલિકાને ફાળવવાની માંગણી નામંજૂર કરેલ છે. તે હુકમ સામે કયારેય કોઈ અપીલ કરી, આ જમીન ફાળવવા       સામાવાળાઓએ તેમની તરફેણમાં હુકમ થયેલ હોવાની વિગતો રજૂ કરેલ નથી. જેથી આ જમીન સંપૂર્ણતઃ સરકારની માલીકીની ઠરે છે.

જે તે સમયે નગરપાલિકા, અમરેલી ઘ્‍વારા 300 ચો.મી. જમીનની માંગણી કરેલ હતી. આ જમીનનું ક્ષેત્રફળ 300 ચો.મી. થાય છે. આ જમીનની તા. 19/7/19નાં રોજ મળેલ જિલ્‍લા જમીન મૂલ્‍યાંકન સમિતિમાં કિંમત પ્રતિ ચો.મી. રૂા. 101ર0 નકકી થયેલ છે. પરંતુ      સ્‍થળે તપાસ કરતાં સામાવાળાઓ તરફથી 390.71 ચો.મી. જમીન ઉપર ગેરકાયદેસર કબ્‍જો કરી, સરકારી જમીન હડપ કરી લીધેલ છે. જે મુજબ માત્ર જમીનની બજાર કિંમત રૂા. 39,પ3પ98પ થાય છે. આ વાદગ્રસ્‍ત જમીન ઉપર બાંધકામ થયેલ હોઈ, બાંધકામ સહિતની આ જમીનની કિંમત રૂા. 70,3ર,780 થાય છે.

આમ સામાવાળાઓ તરફથી મલીન ઈરાદે, એકસંપ કરી, પોતાના આર્થિક ફાયદા માટે સરકારની જાહેર માલીકીની જમીન ઉપર અનઅધિકૃત રીતે પાકી દુકાનોનું બાંધકામ કરી, આશરે રૂપિયા 70 લાખથી વધુ કિંમતની સરકારી મિલ્‍કત પચાવી પાડવાનો ગુન્‍હો કરેલ હોઈ, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-ર0ર0 અંતર્ગત એફઆઈઆર દાખલકરવાપાત્ર છે. તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts