fbpx
અમરેલી

અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ સ્વ. અભયભાઈ ભારદ્વાજ ને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

કોરોના મહામારીમાં દેશના ઘણા મોટા દિગ્ગજ આગેવાનો, કલાકારો તેમજ જાણીતી હસ્તીઓ મોતના ખપ્પરમાં હોમય ગયા છે. ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ પણ કોરોના મહારોગ સામે સતત 93 દિવસ બાથ ભીડી ને અંતે હારી ગયા હતા અને ચેન્નાઇ ખાતે તેમનું દુઃખદ અવસાન થયું હતું. સ્વ. અભયભાઈ સાંસદ સાથે ગુજરાતના એક પ્રતિષ્ઠિત વકીલ અને બ્રહ્મ સમાજના એક આધારસ્તંભ સમાજ સેવક પણ હતા. લોકો ને મદદ કરવા હંમેશા તૈયાર રહેતા હતા. તેમણે કરેલા સત્કાર્યો હંમેશા યાદ રહેશે. તેવા સ્વ. અભયભાઈ ભરદ્વાજને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા શહેરના શશાંક મહાજન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છેલભાઈ જોષી, બ્રહ્મ સમાજ અગ્રણીઓ એમ જી. જોષી, ડી.જી.મહેતા, અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ઉદ્યાનભાઈ ત્રિવેદી, અમરેલી જિલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી તુષારભાઈ જોષીએ પુષ્પ અંજલિ અર્પિત કરી હતી. વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી તથા પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉઘાડ દ્વારા પણ શોક સંદેશા પાઠવવામાં આવેલ. ઉપરાંત અમરેલી શહેર/જિલ્લા  બ્રહ્મ સમાજ, અમરેલી જિલ્લા યુવા બ્રહ્મ સમાજ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ તેમજ અમરેલી શહેર/જિલ્લા બ્રહ્મ સમાજની મહિલા પાંખના તમામ પદાધિકારીઓ, વિશ્વ હિન્દુપરિષદના હોદ્દેદારોએ શ્રદ્ધા સુમન અર્પણ કરેલ

Follow Me:

Related Posts