fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાના રોજગારવાંચ્છુ યુવાઓ ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી અભ્યાસલક્ષી-રોજગારલક્ષી માહિતી મેળવી શકશે

તા ૧૨/૧/૨૦૨૧ ના રાષ્ટ્રીય યુવા દિવસે ગાંધીનગર ખાતેથી રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર રોજગાર સેતુનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઈ-શુભારંભ કર્યો હતો. અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, રોજગાર અધિકારીશ્રી ધોળકિયા અને રોજગાર દાતાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. નોંધનીય છે કે દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકાશે.

Follow Me:

Related Posts